ફેક્ટરીમાં કામ કરતી વેળાએ કન્વે બેલ્ટમાં હાથ આવી જતાં 20 વર્ષીય યુવાનનું મોત

copy image

ભુજ ખાતે આવેલ ધાણેટી પાસે ફેક્ટરીમાં કામ કરનાર 20 વર્ષીય યુવાનનો કન્વે બેલ્ટમાં હાથ આવી જતાં ગંભીર ઇજાઓના પગલે મોત થયું છે. આ બનાવ અંગે સૂત્રો દ્વારા મળેલ માહિતી અનુસાર ધાણેટી પાસે આવેલી ફેક્ટરીમાં કામ કરનાર 20 વર્ષીય  વિક્રમ ભુરાભાઈ ઠાકોર નામના યુવાનનો ડાબો હાથ કન્વે બેલ્ટમાં આવી જતાં તેને સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવામાં આવેલ હતો, ત્યાર બાદ વધુ સારવાર અર્થે ભુજની જી.કે. જનરલ હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવતા ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યો હતો. આ બનાવ અંગે પોલીસે નોંધ કરી આગળની વધુ તપાસ આદરી છે.