રેઈડનો અનોખો કિસ્સો : ઊંઝા ખાતે આવેલ બ્રાહ્મણવાડા ગામમાં દેશી દારૂના અડ્ડાઓ પર મહિલાઓએ રેઈડ કરી દારૂની પોટલીઓ ગામ વચ્ચે લાવીને સળગાવી

ઊંઝા ખાતે આવેલ બ્રાહ્મણવાડા ગામમાં રેઈડનો એક અનોખો કિસ્સો જોવા મળ્યો, જેમાં ગામની જ મહિલાઓએ દેશી દારૂના અડ્ડાઓ પર રેઈડ પાડી દીધી હતી. આ મામલે સૂત્રો દ્વારા મળેલ માહિતી અનુસાર ઊંઝા પંથકમાં કેટલાક વર્ષોથી ખુલ્લેઆમ દારૂનો વેપલો ચાલી રહ્યો હોવાથી ઊંઝાના બ્રાહ્મણવાડા ગામે બુટલેગરોના અડ્ડાઓ પર ગામની જ મહિલાઓએ રેડ પાડી હતી ઉપરાંત દારૂની પોટલીઓ ગામ વચ્ચે લાવી સળગાવવામાં આવેલ હતી. મળેલ માહિતી અનુસાર દારૂના અડ્ડાઓ અંગે પોલીસને વારંવાર રજૂઆત કરવા છતાં પણ કોઈ કાર્યવાહી કરવામાં ન આવતા ગામના નવયુવાનો નાની ઉંમરે દારૂના રવાડે ચડી રહ્યા છે. જેને પગલે આ ગામની મહિલાઓએ બુટલેગરોના અડ્ડાઓ પર રેડ કરી ગામ વચ્ચે દેશી દારૂ લાવીને સળગાવી દીધેલ છે.સૂત્રો દ્વારા જણાઈ રહ્યું છે કે, વધુમાં આ મહિલાઓ દ્વારા જણાવવામાં આવેલ કે, પોલીસ તંત્ર હજુ પણ આ બુટલેગર પર યોગ્ય કાર્યવાહી નહીં કરે તો ભવિષ્યમાં પણ આવી રેડો ચાલુ રહેશે.