ધ્રાંગધ્રામાંથી ગેરકાયદેસર ખનીજ ચોરી તેમજ બ્લેક ટ્રેપ ભરેલું ડમ્પર ઝડપાયું

copy image

ધ્રાંગધ્રા ખાતે આવેલ ભરાડા ગામ નજીક ગેરકાયદેસર રીતે થતી રેતી ચોરી અને કલ્પના ચોકડી નજીકથી બ્લેક ટ્રેપ ભરેલું ડમ્પર ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ મામલે સૂત્રો દ્વારા મળેલ માહિતી અનુસાર ધ્રાંગધ્રા ખાતે આવેલ ભરાડા ગામ નજીક ચંદ્રભાગા નદીમાંથી ગેરકાયદેસર રેતી ચોરી થતી હોવાની પૂર્વ બાતમીના આધારે ખાણ ખનીજ વિભાગ ટીમ દ્વારા બાતમી વળી જગ્યાએ દરોડો પાડી એક હિટાચી અને હોડકુ ગેરકાયદેસર રેતી ચોરી કરતા પકડી પાડ્યા હતા. ઉપરાંત ધ્રાંગધ્રા અમદાવાદ હાઇવેના કલ્પના ચોકડી નજીકથી ગેરકાયદેસર બ્લેક ટ્રેપ ભરેલુ ડમ્પર ઝડપી પાડવામાં આવેલ હતું. સૂત્રો દ્વારા મળેલ માહિતી મુજબ હાથ ધરવામાં આવેલ કાર્યવાહી દરમ્યાન ખાણ ખનીજ વિભાગની ટીમે ભરાડા અને ધ્રાંગધ્રા પાસેથી રૂ. 27 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. આ મામલે આગળની વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.