ભાવનગરમાં બીમારીથી કંટાળીને 70 વર્ષીય મહિલાએ કર્યો  આપઘાત

copy image

સૂત્રો દ્વારા માહિતી મળી રહી છે કે, ભાવનગરમાં એક મહિલાએ પોતાની બીમારીથી કંટાળી અને મોતને ભેટો કરી લીધો હતો. આ અંગે મળેલ માહિતી અનુસાર ભાવનગરમાં લીવરની બિમારીના ત્રાસથી કંટાળી ઘરના બાથરૂમમાં જઇ શરીરે આગ ચાંપી દઇ મહિલાએ મોતને ભેટો કર્યો હતો. 70 વર્ષીય આ મહિલા  ઘણા સમયથી લીવરની બિમારીથી પિડાતા હતા જેના કારણે તેઓ માનસીક રીતે કંટાળ્યા હતા. આ મહિલા ઘરે એકલા હતા તે દરમ્યાન બિમારીથી કંટાળી અને બાથરૂમમાં જઇ પોતાના શરીરને આગ લગાડી જીવનનું અંતિમ પગલું ભર્યું હતું. આ બનાવ અંગે પોલીસે નોંધ કરી આગળની વધુ તપાસ હાથ ધરી છે.