ગીર સોમનાથ ખાતે આવેલ કોડીનારનાં છાછરની સીમમાં બે નર દીપડાનાં ભેદી મોત

copy image

copy image

ગીર સોમનાથ ખાતે આવેલ કોડીનારનાં છાછર ગામના સીમ વિસ્તારમાં બે નર દીપડા મૃતક હાલતમાં મળી આવવાનો મામલો સામે આવે રહ્યો છે ત્યારે સૂત્રો દ્વારા માહિતી મળી રહી છે કે, આ વિસ્તારમાથી બે નર દીપડા મૃતક હાલતમાં હોવાની જાણ થતાં જ  કોડીનાર વન વિભાગનાં અધિકારી કર્મચારીઓનો મોટો કાફલો ઘટના સ્થળે દોડી આવીને બને દિપડાનાં મૃતદેહને એનીમલ કેર સેન્ટર ખાતે પોસ્ટમોર્ટમ માટે ખસેડાયા સહિત મૃત્યુનું કારણ શોધવાની તજવીજ હાથ ધરાઈ છે.

        કોડીનારના ગ્રામ્ય વિસ્તારોમાં શેરડીનું ઉત્પાદન વધુ પ્રમાણ હોવાથી જંગલી દિપડાની સંખ્યા વધારે હોવાના કારણે આ વિસ્તારમાં માનવ ફાડી ખાવાની તેમજ હુમલાની ઘટના અવાર નવાર જોવા મળતી હોય છે. પરંતુ અચાનક બે વન્ય નર દીપડાનાં મૃતદેહ છાછર ગામની સીમ વિસ્તારમાં મળી આવતા આ બનાવ અંગે જીણવટ ભરી તપાસ શરૂ કરવામાં આવી છે.