ધ્રાંગધ્રા પોલીસે ફિલ્મી ઢબે કારનો પીછો કરી કારમાંથી દારૂની 166 બોટલ સાથે ચાલકને ઝડપી પાડ્યો

copy image

ધ્રાંગધ્રા પોલીસે ફિલ્મી ઢબે કારનો પીછો કરી 49 હજારનો દારૂ ઝડપી પાડ્યો છે. આ મામલે સૂત્રો દ્વારા મળેલ માહિતી અનુસાર ધ્રાંગધ્રા પોલીસને ખાનગી રાહે બાતમી મળેલ હતી કે, સોલડીથી ધ્રાંગધ્રા તરફ જતાં માર્ગે વિદેશી દારૂ ભરેલી કાર આવવાની છે. મળેલ બાતમીના આધારે પોલીસે બાતમી વાળી જગ્યાએ વોચ ગોઠવી અને શંકાસ્પદ ઈકો કાર આવતા અટકાવવાની કોસીસ કરતા કાર ચાલકે કાર ઊભી રાખી ન હતી. જેથી પોલીસે એ કારનો 3 કિમી સુધી પીછો કરી કરી અને તપાસ કરતાં કારમાંથી દારૂની 166 બોટલ નીકળી પડી હતી. પોલીસે આ કાર્યવાહી દરમ્યાન કુલ રૂ. 49,800નો દારૂ અને રૂ. 2 લાખની કાર સહિત રૂ.2,49,800ના મુદ્દામાલ કબ્જે કરી કારના ચાલકને ઝડપી પાડ્યો હતો. પોલીસે તમામ મુદ્દામાલ કબ્જે કરી આગળની વધુ તપાસ હાથ ધરી છે.