રાજકોટમાંથી દારૂની 436 બોટલ સાથે એક શખ્સને પોલીસે ઝડપી પાડ્યો
copy image

રાજકોટ શહેરની ભાગોળે આવેલા શાપર પાસે આવેલ કારખાનાના શેડમાંથી દારૂની 436 બોટલ સાથે એક શખ્સને પોલીસે ઝડપે પાડ્યો છે. આ મામલે સૂત્રો દ્વારા મળેલ માહિતી અનુસાર વેરાવળ મસ્તક ફાટક નજીક આવેલ રામેશ્વર ઇન્ડસ્ટ્રીયલ એરીયામાં આવેલ શેડમાં પોલીસે રેઈડ કરી દારૂના જથ્થા સહિત એક મોબાઈલ ફોન મળી રૂ.2.10 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. ત્યાર બાદ પકડાયેલ શખ્સની પૂછતાછ કરતાં સામે આવેલ કે, લસણના વેપારમાં ખોટમાં જતાં તેણે દારૂ વેચવાનો ધંધો શરૂ કર્યો હતો. આ મામલે વધુ તપાસ કરવામાં આવતા સામે આવ્યું હતું કે, તે ગોડાઉન શેડ પકડાયેલ શખ્સનો પોતાની માલિકીનો છે. તે લસણનો વેપાર કરતો હતો. આ ગોડાઉનમાં તેણે દારૂનો જથ્થો સંઘરી રાખેલ હતો. પોતે રાજકોટ રહે છે અને અહીં દારૂ રાખી છૂટક બોટલોનું રાજકોટમાં વેચાણ કરતો હતો. પોલીસે તમામ મુદ્દામાલ કબ્જે કરી આગળની વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.