ભારતમાં ફરી કોરોનાએ ફેલાવી ચિંતા : કેરળમાં કોરોનાથી થયા બે મોત
સૂત્રો દ્વારા માહિતી મળી રહી છે કે, ભારતમાં ફરી કોરોનાએ ચિંતા ફેલાવી છે ત્યારે કેરળમાં કોવિડના નવા વેરિઅન્ટ જેએન 1નો કેસ નોંધાયો હોવાનો મામલો સામે આવી રહ્યો છે અને છેલ્લા કેટલાક દિવસમાં અહીં સંક્રમણથી બે જણનાં મૃત્યુ થયા હોવાની વિગતો પણ જણાઈ રહી છે. સૂત્રો દ્વારા જણાઈ રહયું છે કે, સ્વાસ્થ્ય વિભાગે રાજ્યભરમાં વાયરસને લઈને એલર્ટ જાહેર કરી દીધું છે. મળેલ માહિતી અનુસાર કોઝીકોડ જિલ્લાના વટ્ટોલીના 77 વર્ષીય વૃદ્ધ અને કન્નૂર જિલ્લાના પનૂરના 82 વર્ષના વૃદ્ધનું કોરોનાને કારણે મોત થયું છે. સૂત્રોએ જણાવ્યા અનુસાર ગત 8 ડિસેમ્બરે કેરળમાં કોરોનાના નવા જેએન 1 વેરિઅન્ટનો કેસ દાખલ થયો હતો.