માંડવી ખાતે આવેલ કોટાયામાં એક ઘર ઉપર ટેલિફોનનું તોતિંગ ટાવર ધરાશાઈ થયું : સદભાગ્યે કોઈ જાનહાનિ નહીં
માંડવી ખાતે આવેલ કોટાયામાં એક ઘર ઉપર ટેલિફોનનું તોતિંગ ટાવર ધરાશાઈ થતાં મકાનને નુકસાન થયું હતું. સદનસીબે આ બનાવમાં કોઈ જાનહાનિ થઈ ન હતી. આ મામલે સૂત્રો દ્વારા મળેલ માહિતી અનુસાર ગત દિવસે સવારના અરસામાં અચાનક ટેલિફોનનું મહાકાય ટાવર મકાન ઉપર ધરાસાઇ થઈ ગયેલ હતું. જેના પરીણામે મકાનને ભારે નુકસાન પહોંચ્યું હતું. આજુબાજુના વીજ તાર પડતાં ફળિયામાં નાસભાગ મચી હતી અને તુરંત જીઇબીમાં જાણ કરવામાં આવી હતી અને વીજ પુરવઠો બંધ કરવવામાં આવેલ હતો. બિપોરજોય વાવાઝોડાં સમયે પણ માંડવી મામલતદાર કંટ્રોલ રૂમમાં આ જોખમી ટાવરની જાણ કરવામાં આવી હતી, પરંતુ આ મામલે કોઈ કાર્યવાહી કરાઈ ન હતી.