ગોંડલ ખાતે આવેલ ડૈયા ગામે કાર ચાલકે ત્રિપલસવારીમાં જઈ રહેલ બાઈકને હડફેટમાં લેતા સર્જાયેલ અકસ્માતમાં એકનું મોત બે ઘાયલ

copy image

ગોંડલ ખાતે આવેલ ડૈયા ગામે કાર ચાલકે ત્રિપલસવારીમાં જઈ રહેલા બાઈકને હડફેટમાં લેતા પિતાની નજર સામે પુત્રનું મોત થયું હતું. આ બનાવ અંગે સૂત્રો દ્વારા મળેલ માહિતી અનુસાર ગત તા.18/12ના સાંજના અરસામાં ફરિયાદી તેમના દીકરા અને પાડોશમા રહેતા એક શખ્સ સાથે પોતાની બાઇક પર ત્રીપલ સવારીમાં પોતાના દીકરા માટે નવો મોબાઈલ ખરીદવા જઈ રહ્યા હતા અને નવો મોબાઈલ ફોન ખરીદીને પરત ફરતી વેળાએ પુરપાટ આવી રહેલ કારના ચાલકે મોટર સાયકલને હડફેટે લેતા બાઇક સહિત ત્રણેય ફંગોળાયા હતા અને અકસ્માત સર્જાયો હતો. જેમાં ગંભીર ઇજાને કારણે ફરિયાદીના દીકરાનું ઘટના સ્થળે જ મોત નિપજ્યુ હતુ. જ્યારે અન્ય બે શખ્સ ઘાયલ થતાં તેમણે સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા હતા. પોલીસે આ બનાવ અંગે કારના ચાલક વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી આગળની વધુ તપાસ આદરી છે.