અમરેલી ખાતે આવેલ લીલીયા પંથકમાં મીનરલ વોટરનાં પ્લાન્ટમાં નકલી ઘી બનાવતી ફેકટરીનો થયો પર્દાફાશ

copy image

copy image

અમરેલી ખાતે આવેલ લીલીયાના પીપળવા ગામેથી ડુપ્લીકેટ ઘી ની ફેકટરીનો પર્દાફાશ કરાયો છે. જેમાં આશરે 30 લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો છે. આ મામલે સૂત્રો દ્વારા માહિતી મળી રહી છે આ નકલી ઘી બનાવટી ફેક્ટરી અંગે પોલીસને ખાનગી રાહે બાતમી મળેલ હતી. મળેલ બાતમીના આધારે પોલીસ ની ટીમે દરોડા પાડ્યા હતા અને તમામ મુદ્દામાલ કબ્જે કર્યો હતો. સૂત્રો દ્વારા મળેલ માહિતી અનુસાર અમરેલીના લીલીયા તાલુકાના પીપળવા ગામમાં ગત રાત્રે વોટર પ્લાન્ટની આડમાં ચાલતી એક નકલી ઘી ની ફેકટરી પર પોલીસે રેઈડ પાડી હતી. જેમાં નકલી ઘી ની ફેકટરી ઝડપાઇ હતી.ત્યારે સત્રો દ્વારા માહિતી મળી રહી છે કે, રેઇડ દરમ્યાન નકલી ધી નો જથ્થો, વનસ્પતિ તેલ સહિતની મશીનરી હસ્તગત કરાઈ છે. ઉપરાંત આ નકલી ઘી બનાવતી ફેક્ટરીમાંથી નકલી ઘી ભરવાના નાના મોટા ડબ્બા, બેરલ, મશીનરી સહિત આશરે 30 લાખનો મુદ્દામાલ જપ્ત કરી આગળની કાર્યવાહી હાથ ધરાઈ છે. પોલીસે તમામ મુદ્દામાલ હસ્તગત કરી આગળની વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.