વિશ્વમાં જોવા મળતા JN.1 વેરિયન્ટથી લોકોએ ગભરાવવાની નહીં પરંતુ સતર્કતા રાખવી આવશ્યક છે
copy image

હાલમાં ફરી એક વખત કોરોના આવી રહ્યો છે ત્યારે સૂત્રો દ્વારા માહિતી મળી રહી છે કે, ગુજરાતમાં કોરોનાની પ્રવર્તમાન પરિસ્થિતી વિશે જણાવતા પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે, વિશ્વમાં જોવા મળતા JN.1 વેરિયન્ટથી લોકોએ ગભરાવવાની કોઈ આવશ્યકતા નથી. વધુમાં તેમણે જણાવ્યુ હતું કે, આ વેરિયન્ટના કેસોમાં તેની ધાતકતા ઓછી જોવા મળી રહી છે. જેથી લોકોએ ગભરાવવા નહીં પરંતુ સતર્કતા રાખવી આવશ્યક છે. મળેલ માહિતી અનુસાર ગુજરાતમાં ઓક્ટોબરની સરખામણીએ ડિસેમ્બર મહિનામાં નોંધાયેલ કેસની સંખ્યા ઓછી જણાઈ રહી છે. હાલના સમયે રાજ્યમાં 13 જેટલા એક્ટીવ કેસ છે. જેમાં એક પણ દર્દી હોસ્પિટલમાં સારવાર હેઠળ જોવા મળ્યો નથી. રાજ્યમાં કોરોના પોઝીટીવ તમામ કેસોનું જીનોમ સિકવન્સીંગ કરવામાં આવી રહ્યું છે તેઓએ વધુમાં જણાવેલ કે, આજે કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયાએ દેશના તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશના આરોગ્ય મંત્રી તેમજ આરોગ્ય સેક્રેટરી સાથે યોજાયેલ વીડિયો કોન્ફરન્સ મારફતે સમગ્ર દેશમાં કોરોનાની સ્થિતિ અંગે રીવ્યું કરાયેલ હતુ. વધુમાં હાલમાં દેશમાં કેટલાક રાજ્યોમાં જોવા મળતા કોરોનાના કેસ બાબતે તેમણે સતર્કતા રાખવા સૂચનો કર્યા હતા. સૂત્રો દ્વારા માહિતી મળી રહી છે કે વધુમાં ઋષિકેશ પટેલે જણાવ્યુ હતું કે, ગુજરાતમાં 13 થી 17 ડિસેમ્બર સુધીમાં રાજ્યની 5700 થી વધુ સરકારી અને પ્રાઇવેટ હોસ્પિટલમાં કોવિડની પૂર્વ તૈયારીના ભાગરૂપે મોકડ્રીલનું આયોજન કરવામાં આવેલ હતુ. જેમાં સમગ્ર વ્યવસ્થા, તૈયારીઓ, બફર સ્ટોકની ઉપલબ્ધતા સુનિશ્ચિત કરી દેવામાં આવી છે.