ભચાઉ ખાતે આવેલ લલિયાણા ગામના ખેતરમાંથી રૂા.2.51 લાખના દારૂના જથ્થા સાથે એક શખ્સ પોલીસના સકંજામાં
copy image

ભચાઉ ખાતે આવેલ લલિયાણા ગામના સીમ વિસ્તારમાં ખેતરમાંથી રૂા.2.51 લાખના દારૂના જથ્થા સાથે પોલીસે એક શખ્સને ઝડપી પાડ્યો છે. આ મામલે સૂત્રો દ્વારા મળેલ માહિતી અનુસાર સ્થાનિક પોલીસને ખાનગી રહે બાતમી મળેલ હતી કે, લલિયાણા ગામનો એક શખ્સ રાજ્ય બહારથી દારૂ મગાવી પોતાના કબ્જાના ખેતરના શેઢામાં સંતાડી તેનું છૂટક વેચાણ કરી રહ્યો છે. મળેલ બાતમીના આધારે પોલીસે હકીકત વાળી જગ્યાએ ગત મોડી રાત્રે કાર્યવાહી હાથ ધરી હતી. હકીકત વાળી જગ્યાએ દરોડો પાડી તપાસ કરવામાં આવતા રોયલ બ્લૂ વ્હીસકી માલ્ટ 180 એમ.એલ.ના 816 કવાર્ટરિયા, રોયલ બ્લૂની 750 એમ.એલ.ની 72 બોટલ તથા જારવીસ રિઝર્વ વ્હીસ્કી 750 એમ.એલ.ની 384 બોટલ એમ કુલ્લ રૂા. 2,51,550ના શરાબના જથ્થા સાથે આરોપી શખ્સને ઝડપી પાડવામાં આવ્યો હતો. પોલીસે તમામ મુદ્દામાલ હસ્તગત કરી આગળની વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.