ગીરગઢડા માર્ગ પર ડુંગળી ભરેલ ટ્રક પલ્ટી જતાં ચાલકનું ઘટના સ્થળે કમકમાટી ભર્યું મોત નીપજયું

copy image

ગીરગઢડા ખાતે આવેલ દ્રોણ ગામના ખેડૂતની ડુંગળી રાત્રિનાં સમયે ટ્રકમાં મહુવા તરફ લઈ જવાઈ રહી હતી તે દરમ્યાન ઉના-ગીરગઢડા રોડ પર ટ્રક ચાલકે સ્ટેરીંગ પરનો કાબૂ ગુમાવતા ટ્રક પલ્ટી મારી જતાં ગંભીર અકસ્માત સર્જાયો હતો જેમાં ટ્રક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત નિપજ્યું હતુ.આ મામલે સૂત્રો દ્વારા મળેલ માહિતી અનુસાર દ્રોણથી ડુંગળી ભરેલ ટ્રક મહુવા લઇ જવાતી હતી. તે ત્યારે ઉના ગીરગઢડા રોડ પર આવેલ ઝુડવડલી ગામના પાટીયા નજીક ટ્રક ચાલકએ ટ્રક પરનુ સ્ટેરીંગનો કાબુ ગુમાવતા અચાનક ડુંગળી ભરેલ ટ્રક રસ્તાની સાઇડમાં વિજપોલને અથડાઇ પલ્ટી ખાઇ જતાં ડ્રાઇવર ટ્રક નીચે દબાઇ જવાના તેનું ઘટના સ્થળે જ મૃત્યુ થયું હતું. જ્યારે ટ્રકમાં બેઠેલા ખેડૂત સહીત બે વ્યક્તિ ઘાયલ થયા હતા. જેને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા હતા.