ચોરાઉ બાઇક સાથે એક શખ્સને ઝડપી પાડતી મોરબી એલ.સી.બી. ટીમ

copy image

મોરબી ખાતે આવેલ ત્રાજપર ચોકડી પરથી બાઈકની ચોરી થતાં પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવેલ હતી, જે મામલે એલ.સી.બી. પોલીસની ટીમે જામનગર ખાતેથી આ ચોરાઉ બાઈક સાથે આરોપી શખ્સને ઝડપી પાડ્યો છે. આ મામલે સૂત્રો દ્વારા મળેલ માહિતી અનુસાર મોરબી એલ.સી.બી. પોલીસની ટીમને ખાનગી રાહે બાતમી મળેલ હતી કે, ત્રાજપર ચોકડી ખાતેથી ચોરાયેલ બાઈક સાથે એક શખ્સ હાલમાં જામનગર, શંકર ટેકરી, દિગ્વીજય પ્લોટ ખાતે આવેલા પોતાના રહેણાંક મકાન પર હાજર છે. મળેલ બાતમીના આધારે પોલીસે હકીકત વાળી જગ્યાએ જઈ અને ચોરાઉ બાઇક સાથે આરોપી શખ્સને ઝડપી પાડ્યો હતો. આ અંગે આગળની વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.