સ્ત્રાલમાંથી દારૂના જથ્થા સહિત 6.53 લાખના મુદ્દામાલ સાથે નિવૃત્ત આર્મી જવાન સહિત બે શખ્સોને પોલીસે ઝડપી પાડ્યા
copy image

સૂત્રો દ્વારા માહિતી મળી રહી છે કે, થર્ટી ફર્સ્ટ પાર્ટીની પૂર્વ તૈયારી સ્વરૂપે મોટા પ્રમાણ દારૂની હેરાફેરી કરવા બુટલેગરો આવનવા પૈતરા કરી રહ્યા છે ત્યારે ઝોન-5 ડીસીપી સ્કોડે વસ્ત્રાલ વિસ્તારમાંથી દારૂના જથ્થા સાથે નિવૃત્ત આર્મી જવાન સહિત બે શખ્સોને ઝડપી પાડ્યા છે. સૂત્રો દ્વારા માહિતી મળી રહી છે કે, આર્મીમાંથી નિવૃત્ત બાદ વધુ પૈસા કમાવવા દારૂની ડિલિવરી કરવાનો ધંધો આ શખ્સે શરૂ કરેલ હતો. આ મામલે પોલીસને ખાનગી રાહે બાતમી મળેલ હતી કે, અમદાવાદનાં રામોલ પોલીસ સ્ટેશનની હદમાં આવેલા વસ્ત્રાલ પાસે પુષ્પ રેસિડેન્સી વિભાગ-1ના પાર્કિંગમાં કેટલાક લોકો ભેગા થઈને દારૂનું કટિંગ કરી રહ્યા છે. મળેલ બાતમીના આધારે પોલીસે હકીકત વાળી જગ્યાએ દરોડો પાડી લક્ઝરિયસ કારમાં દારૂનો જથ્થો હતો તે બીજી કારમાં લઈ જવાની તૈયારીઓ કરી રહેલ બે શખ્સોને દારૂના જથ્થા સાથે ઝડપી પાડ્યા હતા. હાથ ધરવામાં આવેલ કાર્યવાહી દરમ્યાન પોલીસે આરોપી પાસેથી દારૂની બોટલ, ફોન, વાહન સહિત 6.53 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. પોલીસે તમામ મુદ્દામાલ કબ્જે કરી આગળની વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.