મુંદ્રા તાલુકાનાં નાના કપાયામાં 16 વર્ષીય કિશોરે ગળે ફાંસો ખાઈ મોતને ભેટો કર્યો
copy image

મુંદ્રા તાલુકાનાં નાના કપાયામાં 16 વર્ષીય કિશોરે ગળે ફાંસો ખાઈ મોતને ભેટો કરી લીધો હતો. આ બનાવ અંગે સૂત્રો દ્વારા મળેલ માહિતી અનુસાર મુંદ્રા તાલુકાનાં નાના કપાયામાં આવેલ ટ્રાન્સપોર્ટની ઓફિસમાં મૂળ નખત્રાણાના 16 વર્ષીય તરુણ કુંદન કરમશી રબારીએ ગળે ફાંસો ખાઈ મોતને વહાલું કરી લીધું હતું. આ કિશરે ગત દિવસે અડધી રાતથી સવાર દરમ્યાન ટ્રાન્સપોર્ટની રાજેશ લોજિસ્ટિક ઓફિસનો દરવાજો બંધ કરી કોઇ અગમ્ય કારણોસર સિલિંગ ફેનમાં બેલ્ટ વડે ગળેફાંસો ખાઇ જીવનનું અંતિમ પગલું ભર્યું હતું. આ બનાવ અંગે મુંદ્રા પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી આગળની વધુ તપાસ આદરી છે.