ભુજનાં માધાપર ગામમાં 20 વર્ષીય યુવતીનો આપઘાત

copy image

copy image

ભુજ તાલુકાનાં માધાપર ગામમાં 20 વર્ષીય યુવતીએ કોઈ અગમ્ય કારણોસર ગળે ફાંસો ખાઈ મોતને ભેટો કરી લીધો હતો. આ બનાવ અંગે સૂત્રો દ્વારા મળેલ માહિતી અનુસાર ભુજના માધાપરના જૂનાવાસમાં આંબેડકરનગર મતિયા કોલોનીમાં ગત દિવસે સવારના અરસામાં આ યુવતીએ પોતાના ઘરે કોઇ અગમ્ય કારણોસર ઝૂલાના લોખંડના કડામાં દુપટ્ટા વડે ગળેફાંસો ખાઇ લીધો હતો.બનાવની જાણ થતાં જ તેને સારવાર અર્થે ભુજની જી.કે. જનરલ હોસ્પિટલમાં લઈ જવામાં આવેલ હતી જ્યાં ફરજ પરના તબીબે મૃત જાહેર કરી હતી. આ બનાવ અંગે માધાપર પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી કાર્યવાહી આદરી છે.