ગાંધીધામમાં સર્જાયેલ ગોઝારા અકસ્માતે 16 વર્ષીય કિશોરનો જીવ લીધો

copy image

copy image

ગાંધીધામમાં ગોઝારો અકસ્માત સર્જાયો હતો જેમાં 16 વર્ષીય કિશોરનું કમકમાટી ભર્યું મોત નીપજયું હતું. આ બનાવ અંગે સૂત્રો દ્વારા મળેલ માહિતી અનુસાર ગાંધીધામમાં કાર્ગો પેટ્રોલ પંપની સામે સર્વિસરોડ પર ટેન્કરે અડફેટમાં લેતાં બાઇક પર સવાર 16 વર્ષીય અમન નામના કિશોરનું કમકમાટીભર્યું મોત થયું હતું જ્યારે તેની સાથે રહેલ અન્ય બે વ્યક્તિઓને  ઇજાઓ પહોંચી હતી. મળેલ માહતી મુજબ ગાંધીધામ શહેરના કાર્ગો પેટ્રોલ પંપ સામે સર્વિસરોડ પરથી અકસ્માતગ્રસ્ત બાઇક જઇ રહ્યું હતું તે દરમ્યાન પુરપાટ આવતા ટેન્કરએ આ બાઇકને અડફેટે લેતાં ત્રણ લોકો નીચે પટકાયા હતા જેમાં અમન નામના કિશોર પર તોતિંગ વાહનના પૈડાં ફરી વળતાં તેને ગંભીર પ્રકારની ઇજાઓ પહોંચી હતી.ઉપરાંત તેની સાથે રહેલ અન્ય બે વ્યક્તિઓને પણ ઇજા પહોંચી હતી. તેઓને સારવાર અર્થે હોસ્પિટલ લઇ જવામાં આવેલ હતા જ્યાં ફરજ પરના તબીબે અમનને મૃત જાહેર કર્યો હતો, જ્યારે અન્ય બેને સારવાર આપવામાં આવી હતી.  ટેન્કરચાલક વિરુદ્ધ મૃતક કિશોરના પિતા દ્વારા પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવેલ હતી.પોલીસે આ અંગે ફરિયાદ દાખલ કરી આગળની વધુ તપાસ હાથ ધરી છે.