રાજૌરીમાં વધુ એક વખત થયેલ આતંકિ હુમલામાં ત્રણ જવાન શહીદ થયા

copy image

સૂત્રો દ્વારા માહિતી મળી રહી છે કે રાજૌરીમાં વધુ એક વખત આતંકિ હુમલો કરવામાં આવેલ છે. મળેલ માહિતી અનુસાર ગત ગુરુવારે રાજૌરીમાં આતંકવાદીઓએ એક ટ્રક સહિત બે સૈન્ય વાહન પર હુમલો કરી દેતાં ત્રણ જવાન શહીદ થયા હતા, તેમજ અન્ય ત્રણ સૈનિક ઘાયલ થયા હતા. સૂત્રો દ્વારા માહિતી મળી રહી છે કે, એક માસ કરતાં પણ ઓછા સમયમાં આ ક્ષેત્રમાં બીજી વખત આતંકી હુમલો કરવામાં આવ્યો છે. અગાઉ 22મી નવેમ્બરના હિચકારા હુમલામાં પાંચ જવાનો વીરગતિને પ્રાપ્ત થયા હતા. બે દિવસથી સુરક્ષા દળો દ્વારા જારી તલાશ અભિયાન વચ્ચે આજે રાજૌરીના થાનામંડી સુરનકોટ માર્ગ પર `ડેરા કી ગલી’ નામના વિસ્તારમાં આતંકીઓએ સેના પર ગોળીબાર કરી દીધો હતો. જાણવા મળી રહ્યું છે કે, સૈન્ય વાહનો પર પાકિસ્તાને યોજનાબદ્ધ રીતે આ હુમલો કરાવેલ છે. ગત બુધવારના મોડી રાતના અરસામાં પૂંચના સુરનકોટ વિસ્તારમાં એક પોલીસ શિબિર પર નિશાન સાધતાં વિસ્ફોટ કરાયો હતો.