પોલીસે ગણતરીના કલાકોમાં તાલાલાના માધુપુરમાં ઘરફોડ ચોરીના બનાવનો ભેદ ઉકેલી આરોપી શખ્સને ઝડપી પાડ્યો

copy image

copy image

તાલાલાના માધુપુરમાં ઘરફોડ ચોરીના બનાવમાં પોલીસે આરોપી શખ્સને ઝડપી અને જેલના હવાલે કર્યો હતો. સૂત્રો દ્વારા માહિતી મળી રહી છે કે, તાલાલાના માધુપુરમાં ઘરફોડ ચોરીના બનાવમાં પોલીસે ગણતરીના કલાકોમાં ગુનાનો ભેદ ઉકેલી લીધો છે. આ મામલે મળેલ માહિતી અનુસાર કાર્યવાહી દરમ્યાન ચોરીના CCTV ફૂટેજમાં આરોપી શખ્સ સામે આવતા ગુનાહિત માનસ ધરાવતો ઈસમ નાશી છૂટે તે પહેલા જ પોલીસે વ્યૂહરચના ઘડી આ ઈસમને ઝડપી પાડ્યો હતો. હાથ ધરવામાં આવેલ કાર્યવાહી દરમ્યાન ઝાડપાયેલા શખ્સ પાસેથી પોલીસે રોકડ રૂપિયા હસ્તગત કરી તેના વિરુદ્ધ ગુનો દાખલ કરી આગળની વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.