ગાંધીધામમાં બે શખ્સએ પ્રોઢ વ્યક્તિ પર હુમલો કરી જાનથી મારી નાખવાની ધમકી આપતા પોલીસ ફરિયાદનોંધાઈ

ગાંધીધામ ખાતે આવેલ મામલતદાર કચેરી બહાર પ્રોઢ વ્યક્તિને બે શખ્સ દ્વારા અપશબ્દો આપીને માર મારવામાં આવતા પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવેલ છે. આ મામલે સૂત્રો દ્વારા મળેલ માહિતી અનુસાર આ અંગે મહેશભાઈ પુનાભાઈ સોંદરવા દ્વારા ગાંધીધામના એ ડિવીઝન પોલીસ મથકે આરોપી શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધાવવામાં આવેલ છે. નોંધાવેલ ફરિયાદ અનુસાર ગત તા.27/10ના બપોરના અરસામાં મામલતદાર કચેરીની બહારના ભાગે આરોપીઓએ વિડીયો શેર કરવા બાબતે મનદુખ રાખીને ફરિયાદીને અપશબ્દો બોલી, લાફો મારી ફરિયાદીને જાનથી મારી નાખવાની ધમકી આપેલ હતી. પોલીસે આ મામલે આરોપી શખ્સો વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી આગળની વધુ તપાસ હાથ ધરી છે.