મુંન્દ્રામાં સ્થાનિક પોલીસ દ્વારા ટ્રાફિક ડ્રાઈવનું આયોજન કરી 37 બાઈક ચાલકો વિરુદ્ધ દંડાત્મક કાર્યવાહી કરાઈ
copy image

મુંન્દ્રામાં વાહનચાલકોમાં ગેરરીતીની ફરિયાદો ઉઠતાં પોલીસ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. મુંન્દ્રામાં સ્થાનિક પોલીસ દ્વારા ટ્રાફિક ડ્રાઈવનું આયોજન કરી 37 બાઈક ચાલકો વિરુદ્ધ દંડાત્મક કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. આ મામલે સૂત્રો દ્વારા મળેલ માહિતી અનુસાર ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરનાર શખ્સો વિરુદ્ધ અસરકારક કામગીરી કરવાના હેતુ સાથે મુન્દ્રા પોલીસે અલગ અલગ ટીમો બનાવી નગરના વિવિધ વિસ્તારોમાં પેટ્રોલિંગ પર નીકળેલી પોલીસ ટુકડીએ ટ્રાફિક નિયમનને ધોળી પી જઈ નિયમોનું ઉલ્લંઘન કરનાર વાહન ચાલકો પાસેથી સ્થળ પર 7300 રૂપિયા દંડ રૂપે વસુલ કરી 37 મોટર સાયકલ ડિટેઇન કરેલ હતી.