નખત્રાણા ખાતે આવેલ કોટડા(રોહા) ગામમાં 40 વર્ષીય પરિણીતાનો આપઘાત

copy image

copy image

નખત્રાણા ખાતે આવેલ કોટડા(રોહા) ગામમાં 40 વર્ષીય પરિણીતાએ ગળે ફાંસો ખાઈ જીવનનું અંતિમ પગલું ભર્યું હતું. આ બનાવ અંગે સૂત્રો દ્વારા મળેલ માહિતી અનુસાર કોટડા(રોહા) ગામમાં 40 વર્ષીય પરિણીતાએ અસ્થિર મગજના હોઈ જેને કોઈ અગમ્ય કારણોસર પોતાના ઘરે ગળે ફાંસો ખાઈ મોતને ભેટો કરી લીધો હતો. મળેલ માહિતી મુજબ આ પરીણીતાએ પોતાના જ ઘરે દોરીથી ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. આ બનાવ ગત ગુરુવારે રાત્રે બન્યો હતો.આ બનાવ અંગે નખત્રાણા પોલીસ મથકે નોંધા કરવવામાં આવેલ હતી. પોલીસે આ મામલે અકસ્માતે મોતનો ગુનો દાખલ કરી આગળની વધુ તપાસ આદરી છે.