કચ્છમાં અપમૃત્યુના પાંચ બનાવો : ત્રણે ગળેફાંસા ખાધા
copy image કચ્છમાં આપઘાત અને અપમૃત્યુના જુદા જુદા બનાવમાં પાંચ જીવન પૂર્ણ થયાં હતાં. માધાપરની પિંક સિટીમાં રહેતા યુવતી એ સવારના 11 વાગ્યાના અરસામાં કોઇ અગમ્ય કારણોસર પોતાના ઘરના રૂમમાં પંખામાં દોરડું બાંધીને ગળેફાંસો ખાઇ લેતાં તેમને સારવાર અર્થે ભુજની જી. કે. જનરલ હોસ્પિટલમાં લઇ અવાતાં ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યા હતા. માધાપર પોલીસે અકસ્માત મોતનો ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી હતી. આવી જ રીતે ગળેફાંસો ખાઇને આપઘાત કર્યાનો બનાવ મુંદરાના સૂરજનગરમાં પણ બન્યો હતો. મૂળ ઉત્તરપ્રદેશના યુવાન એ રાતથી સાંજના અરસામાં વચ્ચે કોઇ પણ સમયે કોઇ અગમ્ય કારણોસર પોતાના રૂમમાં પંખા સાથે રસ્સી બાંધીને ગળેટૂંપો ખાઇ લીધો હતો. મુંદરા પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી તપાસ હાથ...