ભરૂચ નજીક હાઇવે પર પાવાગઢ પગપાળા જતાં સંઘને અકસ્માત નડ્યો: એકનું મોત
copy image ભરૂચ નજીક હાઇવે પર પાવાગઢ પગપાળા જતાં સંઘને અકસ્માત નડ્યો હતો.આ અકસ્માતમાં એક પદયાત્રીનું મોત નીપજ્યું જ્યારે બે...
copy image ભરૂચ નજીક હાઇવે પર પાવાગઢ પગપાળા જતાં સંઘને અકસ્માત નડ્યો હતો.આ અકસ્માતમાં એક પદયાત્રીનું મોત નીપજ્યું જ્યારે બે...
copy image શહેરના ગુજરાત હાઉસિંગ બોર્ડ ઝૂંપડા વિસ્તારમાં ખુલ્લામાં પત્તા ટીંચતા પાંચ શખ્સને પોલીસે ઝડપી પાડી રોકડ રૂા. 10,650 જપ્ત કર્યા હતા. શહેરમાં ચીરઇ સોલ્ટ પાછળ ગુ.હા. બોર્ડ ઝૂંપડા એક શખ્સનાં મકાન નજીક શેરીમાં આજે ઢળતી બપોરે અમુક શખ્સો જુગાર રમી રહ્યા હતા, ત્યારે અચાનક પોલીસ ત્રાટકી હતી અને પાંચે શખ્સોને પકડી પાડયા હતા. લીમડાના ઝાડ નીચે નસીબ અજમાવતા અને પકડાયેલા આ શખ્સો પાસેથી પોલીસે રોકડ રૂા. 10,650 હસ્તગત કર્યા હતા.
copy image લખપત તાલુકાના ઘડુલી પાસે ગત તા. 8/4ના પુરપાટ આવતા ડમ્પરે બાઇકને અડફેટે લેતાં બાઇકચાલકને અસ્થિભંગ સહિતની ઇજા થઇ હતી. આ અંગે ગઇકાલે દયાપર પોલીસ મથકે ઉમરસર લિગ્નાઇટ માઇન્સમાં સિક્યુરિટી ગાર્ડ તરીકે નોકરી કરતા યુવાને નોંધાવેલી ફરિયાદ અનુસાર તેઓ તા. 8/4ના પોતાની બાઇક લઇ લખતપ-ઘડુલી રોડ પર માઇન્સ તરફ જતી વખતે સામેથી પુરપાટ આવતા ડમ્પર એ બાઇકને ટાયરમાં ભટકાડતાં ફરિયાદી બાઇકચાલકને પગમાં ત્રણ ફ્રેક્ચર સહિતની ઇજા તથા બાઇકમાં રૂા. 15 હજારનું નુકસાન થયાની ફરિયાદ નોંધાવેલ છે.
copy image રાપર તાલુકાના લોદ્રાણીમાં રહેનાર પરિણીતાએ ગળેફાંસો ખાઇ પોતાનું જીવન ટુંકાવ્યૂ હતું. લોદ્રાણી ગામમાં રહેનાર આ પરિણીતા ગઇકાલે બપોરના અરસામાં પોતાના ઘરે હતા, ત્યારે કોઇ અગમ્ય કારણોસર દુપટ્ટા વડે ગળેફાંસો ખાઇ પોતાના જીવનનો અંત આણ્યો હતો. તેમને હોસ્પિટલ લઇ જવાતાં ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યા હતા. ત્રણ વર્ષનો લગ્નગાળો ધરાવનાર આ પરિણીતાએ કેવા કારણોસર છેલ્લું પગલું ભર્યું હશે ? પોલીસે તેની આગળની તપાસ હાથ ધરી છે.
copy image મુંદરા તાલુકાના બારોઈની ગૌશાળા પાછળ બાવળની ઝાડીમાં જુગાર રમતા ચાર જુગારીને પોલીસે ઝડપી પાડયા હતા. સાંજના અરસામાં બારોઈની ગૌશાળા પાછળ દીવાલની આડમાં બાવળની ઝાડીમાં ગંજીપાના વડે તીનપત્તીનો જુગાર રમતા ચાર ઇસમોને રોકડા રૂા. 10450 તથા ત્રણ મોબાઈલ કિં. રૂા. 15,000 એમ કુલે રૂા. 25,450ના મુદ્દામાલ સાથે મુંદરા પોલીસે ઝડપી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
https://www.youtube.com/watch?v=CmmBftqISSI
https://www.youtube.com/watch?v=RWq-khtVIoU
https://www.youtube.com/watch?v=cMfKEjZbDJ0
https://www.youtube.com/watch?v=LYu_V0OizT8