ભરૂચ નજીક હાઇવે પર પાવાગઢ પગપાળા જતાં સંઘને અકસ્માત નડ્યો: એકનું મોત

copy image

copy image

ભરૂચ નજીક હાઇવે પર પાવાગઢ પગપાળા જતાં સંઘને અકસ્માત નડ્યો હતો.આ અકસ્માતમાં એક પદયાત્રીનું મોત નીપજ્યું જ્યારે બે લોકોને ઈજા પહોંચતા સારવાર અર્થે ભરૂચની સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા આવ્યા છે.આ મામલે સ્થાનિક પોલીસે તપાસ હાથ ધરી છે.

ભરૂચ નજીક નેશનલ હાઇવે નંબર 48 પર અસુરિયા પાટીયા પાસે આજરોજ સવારના સમયે અકસ્માતની ઘટના બની હતી.જેમાં નવસારીના ગડત ગામનો 31 લોકોનો સંઘ પાવાગઢ માતાજીના મંદિરે પગપાળા જતો હતા.આ દરમિયાન અસુરીયા પાટીયા નજીક પીકઅપ વાનચાલકે પગપાળા સંઘના ટ્રેકટરને અડફેટે લેતા 5 જેટલા પદયાત્રીઓને ઈજા પહોંચી હતી. જ્યારે ગંભીર ઇજાના પગલે 39 વર્ષીય એક  પદયાત્રીનું મોત નિપજ્યું જ્યારે અન્ય 2 પદયાત્રીને ઇજા પહોંચતા તેઓને સારવાર અર્થે ભરૂચની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.બનાવની જાણ થતાની સાથે જ સ્થાનિક પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવી વધુ તપાસ શરૂ કરી હતી.