લખપતમાં ડમ્પરે બાઇકને અડફેટે લેતાં બાઇકચાલકને અસ્થિભંગ સહિતની ઇજા
copy image

લખપત તાલુકાના ઘડુલી પાસે ગત તા. 8/4ના પુરપાટ આવતા ડમ્પરે બાઇકને અડફેટે લેતાં બાઇકચાલકને અસ્થિભંગ સહિતની ઇજા થઇ હતી. આ અંગે ગઇકાલે દયાપર પોલીસ મથકે ઉમરસર લિગ્નાઇટ માઇન્સમાં સિક્યુરિટી ગાર્ડ તરીકે નોકરી કરતા યુવાને નોંધાવેલી ફરિયાદ અનુસાર તેઓ તા. 8/4ના પોતાની બાઇક લઇ લખતપ-ઘડુલી રોડ પર માઇન્સ તરફ જતી વખતે સામેથી પુરપાટ આવતા ડમ્પર એ બાઇકને ટાયરમાં ભટકાડતાં ફરિયાદી બાઇકચાલકને પગમાં ત્રણ ફ્રેક્ચર સહિતની ઇજા તથા બાઇકમાં રૂા. 15 હજારનું નુકસાન થયાની ફરિયાદ નોંધાવેલ છે.