બાવળની ઝાડીમાં ગંજીપાના વડે જુગાર રમતા ચાર ઈશમો ઝડપાયા

copy image

copy image

મુંદરા તાલુકાના બારોઈની ગૌશાળા પાછળ બાવળની ઝાડીમાં  જુગાર રમતા ચાર જુગારીને પોલીસે ઝડપી પાડયા હતા.  સાંજના અરસામાં  બારોઈની ગૌશાળા પાછળ દીવાલની આડમાં બાવળની  ઝાડીમાં ગંજીપાના વડે તીનપત્તીનો જુગાર રમતા ચાર ઇસમોને રોકડા રૂા. 10450 તથા ત્રણ મોબાઈલ કિં. રૂા. 15,000 એમ કુલે રૂા. 25,450ના મુદ્દામાલ સાથે મુંદરા પોલીસે ઝડપી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.