શહેરના ગુજરાત હાઉસિંગ બોર્ડ ઝૂંપડા વિસ્તારમાં ખુલ્લામાં પત્તા ટીંચતા પાંચ શખ્સ પોલીસના સકંજામાં

copy image

copy image

શહેરના ગુજરાત હાઉસિંગ બોર્ડ ઝૂંપડા વિસ્તારમાં ખુલ્લામાં પત્તા ટીંચતા પાંચ શખ્સને પોલીસે ઝડપી પાડી રોકડ રૂા. 10,650 જપ્ત કર્યા હતા. શહેરમાં ચીરઇ સોલ્ટ પાછળ ગુ.હા. બોર્ડ ઝૂંપડા એક શખ્સનાં મકાન નજીક શેરીમાં આજે ઢળતી બપોરે અમુક શખ્સો જુગાર રમી રહ્યા હતા, ત્યારે અચાનક પોલીસ ત્રાટકી હતી અને પાંચે શખ્સોને પકડી પાડયા હતા. લીમડાના ઝાડ નીચે નસીબ અજમાવતા અને પકડાયેલા આ શખ્સો પાસેથી પોલીસે રોકડ રૂા. 10,650 હસ્તગત કર્યા હતા.