Month: May 2024

વિશાળ ગરમીનો પ્રકોપ વધ્યો: ભુજના લોહાણા યુવાનોનું માંડવી ખાતે હાર્ટ એટેક થી મોત

copy image વધતી જતી ભિક્ષણ ગરમીના સખત ઉકળાટ ભર્યા માહોલ થી લોકો ત્રાહિમામ થયા છે ત્યારે ભુજના લોહાણા સમાજના 24...

ભુજના આરોપીને ચેક પરત ફરવાના કેસમાં કોર્ટ દ્વારા એક વર્ષની સાદી કેદનો આદેશ

copy image  ભુજના આરોપીને ચેક પરત ફરવાના કેસમાં  એક વર્ષની સાદી કેદની  સજાનો  કોર્ટ દ્વારા  હુકમ આપવામાં આવ્યો હતો આ કેસની  વિગતો અનુસાર  2022માં આરોપી  ને ફરિયાદી પાસેથી રૂા. 2,80,000 અગાઉ થયેલા કેસમાં સમાધાન મુજબ ચૂકવવાના હતા. જેના પેટે આપેલો ચેક પરત ફરતાં  ફરિયાદીએ ફોજદારી દાખલ કરાવી હતી. ભુજના એડી. જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ ફર્સ્ટ કલાસ કોર્ટે આરોપીને  એક વર્ષની સાદી કેદ તથા રૂા....

ભચાઉના છાડવારા નજીક સીમમાં 4.51 લાખના વાયરની ચોરી

copy image ભચાઉના છાડવારા નજીક સીમમાં કંપની દ્વારા કેબલ નાખવાની કામગીરી ચાલી રહી હતી તે દરમ્યાન  ખુલ્લી જગ્યામાંથી તસ્કરોએ રૂા. 4,51,000ના વાયરની ચોરી  કરી હતી. આ બનાવ અંગે કંપનીના સુપરવાઈઝરએ ભચાઉ પોલીસ મથકે નોધાવેલ ફરિયાદ અનુસાર . છાડવારા ગામની સીમમાં કોશલ એનર્જી પ્રા. લિમિટેડ નામની કંપની દ્વારા પાવર પ્રોજેક્ટનું કામ ચાલી  રહ્યું છે જેથી આ  સીમમાં કેબલ નાખવાની કામગીરી ચાલી રહી હતી . આ કામગીરી માટે અહીં ડ્રમ  મૂકવામાં આવ્યા હતા  જે જુદા-જુદા ડ્રમમાં વાયર મૂકવામાં આવ્યા હતા.  ખુલ્લી જગ્યાએ મૂકવામાં  આવેલા ડ્રમમાંથી  તસ્કરોએ રૂા. 4,51,000ના 464.5 મીટર વાયરની ચોરીકરી હતી. આ બનાવ અંગે ...

મુન્દ્રામાં  જુગારના અડા પરથી પોલીસે  પાંચ ખેલીઓને પકડી પડ્યા

copy image મુન્દ્રામાં દીઆ પાર્કની બાજુમાં મકાનમાં ધમધમતા જુગારના અડા પર પોલીસે છાપો મારી પાંચ  જુગારીઓને ઝડપી લીધા હતા. મુન્દ્રા પોલીસને બાતમી મળી હતી કે, દીઆ પાર્કની બાજુમાં એક શખ્સ  મકાનમાં બહારથી ખેલીઓ બોલાવી પોતાના  ફાયદા માટે નાલ ઉઘરાવી જુગાર રમાડી રહ્યા હતા .  આ બાતમીના આધારે  સાંજે મુન્દ્રા પોલીસે દરોડો પાડતાં ગંજીપાના વડે જુગાર રમતા શખ્સોની   ધરપકડ કરી હતી.  દરોડા દરમ્યાન જુગારીઓ પાસેથી રોકડા રૂા. 34,400 તથા ત્રણ મોબાઇલ ફોન કિં. રૂા. 15,000 એમ કુલ્લે રૂા....

 મોટી ચીરઇ ગામમાં કારમાંથી 33 હજારનો દારૂનો જથ્થો ઝડપાયો

copy image ભચાઉના મોટી ચીરઇ ગામમાં એક ઓરડી આગળ ઉભેલી ગાડીમાંથી પોલીસે રૂા. 33,750નો  શરાબનો જથ્થો હસ્તગત કર્યો હતો, પરંતુ બે શખ્સો પોલીસની  પકડથી દૂર રહ્યા હતા.  નવી મોટી ચીરઇનો શખ્સ તથા  શખ્સોએ દારૂ મંગાવી   ઓરડી બહાર ગાડીમાં રાખી તેને સગેવગે  કરવાની પેરવીમાં  હોવાની સચોટ બાતમી પોલીસને મળી હતી. જેના આધારે  પોલીસ ત્યાં પોહોચતા  બે શખ્સો હાજર મળ્યા નહોતા. ઉભેલી કારમાંથી દારૂની બોટલો તથા બિયરના ટીન  એમ કુલ 155  નંગ કિંમત  રૂા. 33,750નો શરાબ જપ્ત  કરાયો હતો. હાથમાં...

મોડવદર પુલ પર ઊભેલાં ડમ્પરમાં ટેન્કર ભટકાતાં અકસ્માત સર્જાયો : એકનું મોત બે સારવાર હેઠળ

copy image મોડવદર પુલ ઉપર બંધ પડેલા ડમ્પરમાં પાછળથી ટેન્કર ભટકાતાં ટેન્કરના ચાલકનું મોત થયું હતું જ્યારે  અન્ય બેને ઇજાઓ પહોંચી હતી. શહેરનાં જીનામ લોજિસ્ટિકનું ડમ્પર મોડવદર પુલ ઉપર બંધ પડી જતાં  ચાલકએ સુપરવાઇઝરને ફોન કર્યો હતો. બનાવના ફરિયાદી અને સુપરવાઇઝર પોતાના મિકેનિકને  લઇને ત્યાં ગયા હતા. ડમ્પરની આગળ બે શખ્સો  ઊભા હતા  ત્યારે પાછળથી આવતાં ટેન્કરના ચાલકનું વાહન આ ડમ્પરમાં ભટકાતાં ટેન્કરના ચાલકને ગંભીર  ઇજાઓ પહોંચી હતી. જેથી તેનું મુત્યુ થયું હતું. જ્યારે ટક્કરનાં કારણે ડમ્પર  આગળ વધતાં  આગળ ઊભેલા બે શખ્સોને પણ ગંભીર ઇજાઓ થતાં આ બંનેને સારવાર અર્થે લઇ જવાયા હતા.  બનાવ અંગે  પોલીસે ફરિયાદ નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

ત્રંબૌ-સરવાવાંઢમાં  દેશી બંદૂક સાથે એક વૃદ્ધની ધરપકડ

copy image રાપરના ત્રંબૌ-સરવાવાંઢના એક શખ્સને પોલીસે ઝડપી  પાડી તેની પાસેથી દેશી બંદૂક હસ્તગત  કરી  હતી. રાપરની સ્થાનિક પોલીસ ગત રાત્રે પેટ્રોલિંગમાં હતી, તે સમય દરમ્યાન ત્રંબૌ- સરવાવાંઢ નજીક નર્મદા  કેનાલ પરથી પસાર થનાર શખ્સ પાસે બંદૂક હોવાની પૂર્વ બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી હતી,  તેવામાં સફેદ ધોતિયું, સફેદ શર્ટ પહેરીને આવતા  પોલીસે 70 વર્ષીય  વૃદ્ધની ધરપકડ કરી હતી  વૃદ્ધ પાસેથી રૂા.5000ની હાથ બનાવટની દેશી બંદૂક હસ્તગત  કરવામાં આવી હતી. આ વૃદ્ધ બંદૂક કયા  ઉપયોગમાં લેતો હતો તથા કોની પાસેથી બંદૂક લીધી હતી તે બહાર આવ્યું નહોતું.જે  અંગે...