વિશાળ ગરમીનો પ્રકોપ વધ્યો: ભુજના લોહાણા યુવાનોનું માંડવી ખાતે હાર્ટ એટેક થી મોત
વધતી જતી ભિક્ષણ ગરમીના સખત ઉકળાટ ભર્યા માહોલ થી લોકો ત્રાહિમામ થયા છે ત્યારે ભુજના લોહાણા સમાજના 24 વર્ષે યુવાકનું અચાનક હ્રદય રોગ ના હુમલામાં માંડવી ખાતે મૃત્યુ થવાની ઘટના સામે આવી છે જેથી સમાજમાં શોકનો માહોલ ફેલાયો છેમૂળ થરા ગામના અને છેલ્લા ઘણા વર્ષથી વ્યવસાય અંગે ભુજમાં રહેતા 24 વર્ષીય યુવક પોતાના પિતા સાથે પ્લાસ્ટિક વસ્તુઓના સેલ માટે માંડવી ખાતે રોકાયેલા હતા જે દરમિયાન બપોરના ત્રણ વાગ્યાના અરસામાં વ્યવસાય સ્થળની સામે યુવાકની દુકાનમાં છાશ લેવા ગયો જ્યાં તેની દુકાનદાર સાથેની વાતચીત દરમિયાન તે અચાનક ચક્કર ખાઈને જમીન પર ઢળી પડ્યો. ઘટનાને પગલે આસપાસના લોકો ઘટના સ્થળે દોડી આવ્યા અને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં સારવાર અંગે ખસેડાયો જોકે તેને સારવાર નસીબ થાય તે પહેલા જ તેણે અંતિમ શ્વાસ લીધા હતા. યુવકના ચાર વર્ષ પહેલા લગ્ન થયા હતા લગ્નજીવન દરમિયાન તેને ત્રણ વર્ષની એક પુત્રી છે તેમજ પરિવારને બનાવનો સામનો કરવા માટે હિંમત આપવા માટે ભુજથી દેશી લોહાણા સમાજના લોકો માંડવી ખાતે પહોંચી ગયા હતા .