Month: May 2024

ગુજરાત એ.ટી.એસની સફળ કામગીરી : અમદાવાદ એરપોર્ટ પર ચાર આતંકવાદીઓની અટકાયત

ગુજરાત એ.ટી.એસ.ના નાયબ પોલીસ અધિક્ષકને ગત તા.18/5ના ખાનગી રાહે બાતમી મળેલ કે, મોહમ્મદ નુસરથ, મોહમ્મદ નફરાન,મોહમ્મદ રસદીન અને મોહમ્મદ ફારિસ આમ...

ભચાઉમાં ધોળા  દિવસે   મકાનનાં તાળાં તોડી કુલ રૂા. 47,000ની ચોરી  

copy image ભચાઉના ફૂલવાડી વિસ્તારમાં આવેલા એક બંધ મકાનનાં બપોરના આરસામાં   તસ્કરોએ તાળાં તોડી મકાનમાંથી રૂા. 47,000ના દાગીના, રોકડ રકમની ચોરી કરવામાં આવી હતી. ભચાઉના ફૂલવાડી વિસ્તારમાં રહેતા અને શહેરમાં એસ માર્ટ નામનો મોલ  ચલાવતા શખ્સનાં  મકાનમાં  ઇસમોએ  હાથ માર્યો હતો. ગત તા. 11/5ના ફરિયાદી અને તેમના પત્ની  બપોરના અરસામાં બહાર ગયા હતા અને ફરિયાદી મોલ ઉપર ગયા હતા, જ્યારે તેમના પત્ની પરત આવતાં તેમનાં બંધ મકાનના રસોડાનો દરવાજો ખુલ્લો જણાતાં તેમણે પોતાના પતિને ફોન કરતાં તે પોતાનાં ઘરે દોડી આવ્યા હતા. મકાનના મેઇન દરવાજાનાં તાળાં તોડી અંદરથી  ચોરી કરનારા તસ્કરોએ અંદરથી મેઇન  દરવાજો બંધ કરી નાખ્યો હતો અને બાદમાં રસોડાના દરવાજા ખોલીને નાસી ગયા હતા. દિવસના બપોરના આરસમાં  અંદર ઘૂસેલા તસ્કરોએ કબાટ અને તિજોરીનાં ખાનાં તોડી તેમાંથી રોકડ રૂા. 15,000 તથા ચાર ગ્રામની સોનાની લેડિઝ વીંટી, ચાંદીનું મંગળસૂત્ર તથા બે જોડી ચાંદીના સાંકડા એમ કુલ રૂા. 47,000ની ...

ધ્રોબાણાનાં ખેતરમાં ઝાડમાં યુવાને ફાંસો ખાઇ આપઘાત

copy image ભુજના સરહદી ગામ ધ્રોબાણાના હુસેનીવાંઢમાં રહેતા 20 વર્ષીય યુવાનએ ખેતરમાં જારના ઝાડમાં ફાંસો ખાઇ મોતને વ્હાલું કર્યું હતું. ખાવડા પોલીસ મથકે મૃતકના પિતાએ જાહેર કરેલી વિગતો અનુસાર   બપોરે 12 વાગ્યે જમીને યુવાન  સૂવા માટે ગયો હતો. બપોરના  ત્રણેક વાગ્યે તેના પિતાએ યુવાનને  ખેતરમાં જારના ઝાડમાં ગળેફાંસો ખાધેલી હાલતમાં લટકતો જોયો હતો, આથી યુવાન ને સારવાર માટે ખાવડાના સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં ખસેડાતાં ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યા હતો . ખાવડા પોલીસે અકસ્માત મોતનો ગુનો દાખલ કરી યુવાન ના મરણ પાછળના કારણો જાણવા કાર્યવાહી હાથ ધરી હતી .

અબડાસામાં પવનચક્કીના ટાવર્સમાંથી 17 હજારના વાયરની ચોરી

copy image અબડાસાના ઐડાની સીમમાં એનટીપીસી કંપનીની પવનચક્કીના ટાવર્સમાંથી રૂા. 17,410ની કિંમતના વાયરની ચોરી થયાની ફરિયાદ નોંધાઇ હતી . ગત તા. 8/4/24થી 8/5/24 આ ચોરી અંગે  આર્મ ટ્રેક સિક્યુરિટી સર્વિસના સુપરવાઇઝર ઓફિસરે વાયોર પોલીસ મથકે નોંધાવેલી ફરિયાદ અનુસાર પવનચક્કીના બે ટાવરમાંથી અલગ-અલગ વાયર જેની કિં. રૂા. 17,410ની કોઇ અજાણ્યો ઈસમ  ચોરી કરી લઇ ગયો હતો . પોલીસે ચોરીની ફરિયાદ દાખલ કરી કાર્યવાહી હાથ ધરી હતી .

કણખોઈ ગામમાં દેશી બંદૂક સાથે એક શખ્સ ઝડપાયો

copy image ભચાઉના કણખોઈ ગામની એક વાડીમાંથી પોલીસે દેશી બંદૂક સાથે શખ્સને  પકડી પડ્યો હતો કણખોઈ ગામના વાડી વિસ્તારમાં રહેનાર શખ્સેપોતાની વાડીમાં બંદૂક સંતાડી રાખી હોવાની પૂર્વ બાતમીના આધારે પોલીસે આ વાડીમાં કાર્યવાહી કરી હતી. આરોપીને સાથે રાખી કાચા મકાનના પાછળના ભાગે ખુલ્લા વાડામાં કોથળામાં તપાસ કરતાં  રૂા. 3000ની દેશી બંદૂક જપ્ત કરવામાં આવી હતી. આરોપીએ પાસે  બંદૂક કોની પાસેથી લીધેલ હતી તથા તેણે કેવા ઉપયોગ માટે બંદૂક રાખી હતી? , તે કાંઈ બહાર આવ્યું નહોતું. જેની આગળની  કાર્યવાહી પોલીસે હાથ ધરી હતી .