લાકડીયા ઓનલાઈન ઠગાઈ કેસનો આરોપી બોટાદથી ઝડપાયો
લાકડીયા પોલીસ મથકમાં નોંધાયેલ ઓનલાઈન છેતરપીંડીના કેસમાં ફરાર આરોપીને પોલીસે ઝડપી પાડયો હતો. પ્રાપ્ત માહિતી મુજબ ફેસબુક મારફત રૂપીયાનું રોકાણ કરીને વધુ નફો મેળવવાની લાલચ આપી આરોપીઓએ ફરીયાદી સાથે 4.59 લાખની છેતરપીંડી કરી હતી. આરોપીઓએ જુદી જુદી યુપીઆઈ આઈ.ડીથી પૈસા મેળવી લીધા હતાં. આ મામલે એક બેન્ક એકાઉન્ટ ધારક બોટાદના ગઢડાનો રહેવાસી હોવાની બાતમી મળી હતી. પોલીસે આરોપી અનિલ જીવરામજ મેવાસીયાની ધરપકડ કરી હતી. પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી.