આદિપુરમાં 32 હજારના દારૂ સાથે એક ઝડપાયો
આદિપુરમાં પોલીસે રૂા. 32,190ના દારૂ સાથે એક શખ્સની અટક કરી હતી. આદિપુરના સિંધુવર્ષા ચાર રસ્તા પાસે નંબરપ્લેટ વિનાના એક્સેસ દ્વિ-ચક્રીય વાહનને રોકાવીને તપાસ હાથ ધરી હતી. દરમ્યાન તેમાંથી ભારતીય બનાવટના અંગ્રેજી દારૂની બોટલ નં. 37 કિં. રૂા. 31,290 તથા ક્વાર્ટરિયા નંગ. 9 કિં. રૂા. 900નો મુદ્દામાલ મળ્યો મળી આવ્યો હતો. 45 હજારની કિંમતનાં વાહન સાથે આરોપી વિનોદ ઉર્ફે બાદશાહ હિરજી મહેશ્વરીની પોલીસે ધરપકડ કરી હતી. આ પ્રકરણમાં સામેલ આરોપી હરેશ ઘનશ્યામભાઈ પીમનાણીને પકડી પાડવા પોલીસે ચક્રો ગતિમાન કરી વધુ તપાસ આરંભી છે.