વરસામેડી સીમમાંથી દારૂનો જંગી જથ્થો ઝડપાયો
copy image

અંજાર તાલુકાના વરસામેડી ગામની સીમમાંથી પોલીસે મોટાં પ્રમાણમાં દારૂનો જથ્થો પકડી પાડયો હોવાના અહેવાલ સાંપડયા હતા. પ્રાપ્ત માહિતી મુજબ અંજાર પોલીસે વરસામેડી સીમમાં આવતી શાંતિધામ વિસ્તારમાંથી દારૂ ભરેલી નાની ટ્રક પકડી પાડી હતી. રાતના 1.30 વાગ્યાના અરસામાં પોલીસે દારૂ ભરેલાં વાહનને પોલીસ મથકે લાવી ગણતરીઓ આરંભી છે. સંભવત: 50થી વધુ દારૂની પેટી હોવાનું અનુમાન સેવાઈ રહ્યું છે. હાલમાં પોલીસ કાર્યવાહીમાં પરોવાયેલી હોવાથી વધુ વિગતો જાણી શકાઈ ન હતી.