મોટી વિરાણીમાં યુવાને ફાંસો ખાઇ જીવન ટૂંકાવ્યું
નખત્રાણા તાલુકા મથકના જોડિયા ગામ મોટી વિરાણીમાં આજે 22 વર્ષીય અશ્વિન દેવજી વણકર (સીજુ) નામના યુવાને ગળેફાંસો ખાઇ પોતાના જીવ ગુમાયો હતો. નખત્રાણા પોલીસ સ્ટેશનથી ફરિયાદી ચંદુલાલ દેવજી વણકરે નોંધાવેલ ફરિયાદ મુજબ સાંજના 4.30થી 5.30ના સમય દરમ્યાન મોટી વિરાણી બસ સ્ટેશન વિસ્તારમાં ઓટો પાર્ટની પોતાની દુકાન ચલાવતા હતભાગી અશ્વિન દેવજી વણકરે (ઉ.વ. 22) અગમ્ય કારણસર દુકાનની છતના હુકમાં પ્લાસ્ટિકની દોરી બાંધી ગળેટૂંપો ખાઇ જીવન ટૂંકાવ્યું હતું. તેને નખત્રાણા સરકારી દવાખાને પી.એમ. માટે લઇ જવાયો હતો. ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યો હતો. આ બનાવથી ગામમાં અરેરાટી પ્રસરી હતી.