Month: June 2024

ભુજના હરિપર  પોલીસ કવાટેર્સના પાંચ ઘરનાં તાળાં તોડી 4.88 લાખના મુદ્દામાલની  ચોરી

copy image ભુજના હરિપર રોડ પોલીસ લાઇનમાં એકસાથે પાંચ ઘરનાં તાળાં તોડી ત્રણ ઘરમાંથી રૂા. 4.88 લાખના  દાગીના અને રોકડની ચોરી કરી પોલીસને રીતસરનો પડકાર ફેંક્યાનો બનાવ સામે આવ્યો છે. આ ચોરીના  પડકારરૂપ બનાવ અંગે બી-ડિવિઝન પોલીસ મથકના પી.આઇ. આર.જે. ઠુમ્મરનો સંપર્ક સાધતાં  તેમણે  જણાવ્યું  હતું  કે,  રાતથી  સવાર દરમ્યાન હરિપર રોડ સિટી પોલીસ લાઇનમાં પાંચ મકાનનાં તાળાં તૂટયાં હતાં, જેમાં ત્રણ મકાનમાં ચોરી થયાનું સામે આવ્યું હતું  અને એક ઘર માલિક બહારગામ હોવાથી તેના મકાનમાંથી કેટલી મતા ચોરાઇ છે તેની વિગતો હવે પછી મળશે. જ્યારે ત્રણેક ઘરમાંથી 4.88 લાખની મતા ચોરાઇ છે અને એક ઘરમાંથી  કંઇ ન ગયાનું  બહાર આવ્યું છે. ચોર ઇસમના સગડ મેળવવા પોલીસે પ્રયાસો આદરી દીધાનું તેમણે જણાવ્યું હતું. દરમ્યાન, શખ્સનાં  મકાનમાં થયેલી આ ચોરી અંગે તેના બનેવીએ નોંધાવેલ ફરિયાદ અનુસાર  તેમના સાળાના મકાનનો નકૂચો તોડી...

ગળપાદરમાં કારના શો રૂમના કર્મચારીઓ 37 લાખ ચાંઉ કરી ગયા

ગાંધીધામના ગળપાદરમાં આવેલા કારના શો રૂમમાં કામ કરતા ચાર કર્મચારીઓએ ગ્રાહકોના  રૂપિયા પોતાનાં  ખાતાંઓમાં જમા કરાવી બારોબાર ચાંઉ કરતાં બનાવ અંગે રૂા. 37,16,474ની ફરિયાદ પોલીસ મથકે નોંધાઇ હતી.  ગળપાદરમાં આવેલ બી. એમ. ઓટોલિન્કમાં મેનેજર તરીકે કામ કરનાર મહિલા તથા  શો રૂમમાં એકાઉન્ટન્ટ તરીકે કામ  કરતા બે શખ્સો , ગાડીઓમાં ડ્રાઇવર તરીકે કામ કરતા શખ્સ  તથા જૂની ગાડીઓનું લે-વેચનું કામ કરનાર શખ્સ  વિરુદ્ધ  પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. આ ફરિયાદી તા. 27/5ના શો રૂમના બેંક ખાતાંની તપાસ કરતાં એકાઉન્ટન્ટનું કામ કરતાં શખ્સ  શો રૂમમાં આવતા ગ્રાહકોના પૈસા પોતાના સંબંધી તથા મિત્રના ખાતાંમાં જમા કરાવી દીધા હોવાનું બહાર  આવ્યું હતું. ...

કુણાઠિયા-તેરાની વીજ લાઇન પરની વાયર ચોરીનો નાસતો-ફરતો આરોપી ઝડપાયો    

copy image ત્રણેક માસ પૂર્વે ફેબ્રુઆરીના અંતમાં અબડાસા-ભાચુંડા સબ સ્ટેશનના  નલિયા-નેત્રા જતા કુણાઠિયા-તેરા રોડની વીજ લાઇન પરથી 90 હજારના  વાયરની  ચોરી થઇ હતી.  નાસતા ફરતા આરોપી મૂળ ઉત્તરપ્રદેશ હાલે ભુજ  રહેતા આરોપી  ને પેરોલ ર્ફ્લો સ્ક્વોર્ડે ભુજના જ્યુબિલી સર્કલ પાસેથી  બાતમીના આધારે ઝડપી નલિયા પોલીસને સોંપ્યો છે. 

ગાંધીધામમાં પૈસાની લેતીદેતી મુદ્દે યુવાનની હત્યા

copy image ગાંધીધામના ખોડિયાર નગર વિસ્તારમાં ખોડિયાર મંદિર પાસે પૈસાની લેતીદેતી મુદ્દે શખ્સે છરી વડે હુમલો કરી  યુવાનની  હત્યા કરી હતી. બનાવને પગલે ભારે અરેરાટી પ્રસરી હતી. ગાંધીધામના  ગોપાલપુરીમાં  રહેનાર ફરિયાદી   દીકરો   તેના  મિત્રો  રેલવે કોલોનીમાં મેદાન પાસે બેઠા હતા ત્યારે યુવાનને ફોન પર શખ્સ સાથે વાત કરી રહ્યો હતો જેમાં પૈસાની  લેતી દેતીની વાત કરી રહ્યા હતા. યુવાને તેના મિત્રોને  જણાવ્યુ કે બે શખ્સો  પાસેથી...

 વાગડમાં ત્રણ બંદૂક, એરગન સાથે ત્રણ શખ્સ ઝડપાયા

copy image વાગડ પંથકમાં  પોલીસે ત્રણ બંદૂક અને એક એરગન સાથે ત્રણ શખ્સની ધરપકડ કરી હતી પરંતુ આ અગ્નિશત્રો ક્યાંથી આવ્યા તે બહાર આવ્યું નહોતું. ભચાઉના જૂની મોટી ચીરઇની સીમ વિસ્તારમાં ખભા પર કોથળા લઇને ફરતા શખ્સ  ને પોલીસે પકડી પાડયો હતો. તેની પાસેથી એક બંદૂક તથા એક એરગન હસ્તગત  કરવામાં આવ્યા હતા. બીજી તરફ રાપરના બાંભણસરમાં રહેનાર શખ્સ  ઘરે પોલીસ દારૂ અંગેની કાર્યવાહી કરવા ગઇ હતી તેવામાં ગાદલા નીચેથી રૂા. 5000ની દેશી બંદૂક મળી આવી હતી. ત્રીજી કાર્યવાહી રાપરના ખેંગારપરમાં કરાઇ હતી. પોલીસે બોલેરો ને રોકાવી તેમાંથી શખ્સને પકડી ગાડીમાંથી રૂા. 3000ની દેશી બંદૂક હસ્તગત કરી હતી.