એ.સી.બી.ની  સફળ ટ્રેપ

copy image

copy image

અમદાવાદમાં  સીંધુભવન હોલ ની બાજુમાં, જાહેર રોડ ઉપર, આ કામના ફરીયાદી ની વિરુધ્ધ માં ક્રિકેટ સટ્ટા બેટીંગનો ગુન્હો સાયબર ક્રાઇમ પો.સ્ટે. માં દાખલ થયેલ જે ગુન્હા નું ચાર્જશીટ ઝડપ થી કરી આપવા ફરીયાદીશ્રી આરોપી નં.૧ તથા આરોપી નં.૨ ને રૂબરૂમાં મળેલ તે સમયે આરોપી નં.૧ નાઓએ ચાર્જશીટ ઝડપથી કરી આપવા ફરીયાદી પાસે લાંચની માંગણી કરેલ અને રકઝક બાદ રૂ.૧૦/- લાખ આપવાનું નક્કી કરેલ. જે લાંચની રકમ આરોપી નં.૨ ને આપવા જણાવેલ જેથી ફરીયાદી આ લાંચ ની રકમ આપવા માંગતા ન હોય એ.સી.બી નો સંપર્ક કરતાં, ફરીયાદી ની ફરીયાદ આધારે લાચના છટકાનું આયોજન કરવામાં આવેલ જે લાંચ ના છટકા દરમ્યાન આરોપી નં.૨ નાઓએ હેતુલક્ષી વાતચીત કરી, આરોપી નં.૩ ની હાજરીમાં લાંચના નાણાંની માંગણી કરી, સ્વીકારી, એકબીજાએ મદદગારી કરી, પકડાઇ જઇ ગુન્હો કર્યા બાબત. . ફરીયાદીઃ – એક જાગૃત નાગરીક  આરોપી : – (૧) બી.એમ.પટેલ, પોલીસ ઇન્સ્પેક્ટર, સાયબર ક્રાઇમ પો.સ્ટે, શાહીબાગ, અમદાવાદ શહેર,વર્ગ-૨ (૨) અમથાભાઇ કુવરાભાઇ પટેલ, અનાર્મ હેડ કોન્સ્ટેબલ, સાયબર ક્રાઇમ પો.સ્ટે, શાહીબાગ, અમદાવાદ શહેર, વર્ગ-૩ (૩) ગૌરાંગકુમાર દિનેશભાઇ ગામેતી, એ.એસ.આઇ, સાયબર ક્રાઇમ પો.સ્ટે, શાહીબાગ, અમદાવાદ શહેર, વર્ગ-3 લાંચની માંગણીની રકમ :- ૧૦,૦૦,૦૦૦/- (રૂપીયા દસ લાખ ) લાંચ સ્વીકારેલ રકમ : રૂ.૧૦,૦૦,૦૦૦/- (રૂપીયા દસ લાખ )રીકવર કરેલ રકમઃ- ૧૦,૦૦,૦૦૦/- (રૂપીયા દસ લાખ ) નોંધ :- આરોપી નં-૧  બી.એમ.પટેલ, પોલીસ ઇન્સ્પેક્ટરને પકડવાના બાકી છે.

 ટ્રેપીગ અધિકારી :-શ્રી એન.એન.જાદવ,પો.ઇન્સ.અમદાવાદ ગ્રામ્ય એ.સી.બી. પો.સ્ટે.

સુપરવિઝન અધિકારી:- શ્રી કે.બી.ચુડાસમા, મદદનીશ નિયામક,  એ.સી.બી. અમદાવાદ એકમ, અમદાવાદ