વાગડમાં ત્રણ બંદૂક, એરગન સાથે ત્રણ શખ્સ ઝડપાયા

copy image

copy image

વાગડ પંથકમાં  પોલીસે ત્રણ બંદૂક અને એક એરગન સાથે ત્રણ શખ્સની ધરપકડ કરી હતી પરંતુ આ અગ્નિશત્રો ક્યાંથી આવ્યા તે બહાર આવ્યું નહોતું. ભચાઉના જૂની મોટી ચીરઇની સીમ વિસ્તારમાં ખભા પર કોથળા લઇને ફરતા શખ્સ  ને પોલીસે પકડી પાડયો હતો. તેની પાસેથી એક બંદૂક તથા એક એરગન હસ્તગત  કરવામાં આવ્યા હતા. બીજી તરફ રાપરના બાંભણસરમાં રહેનાર શખ્સ  ઘરે પોલીસ દારૂ અંગેની કાર્યવાહી કરવા ગઇ હતી તેવામાં ગાદલા નીચેથી રૂા. 5000ની દેશી બંદૂક મળી આવી હતી. ત્રીજી કાર્યવાહી રાપરના ખેંગારપરમાં કરાઇ હતી. પોલીસે બોલેરો ને રોકાવી તેમાંથી શખ્સને પકડી ગાડીમાંથી રૂા. 3000ની દેશી બંદૂક હસ્તગત કરી હતી.