ગાંધીધામમાં પૈસાની લેતીદેતી મુદ્દે યુવાનની હત્યા
ગાંધીધામના ખોડિયાર નગર વિસ્તારમાં ખોડિયાર મંદિર પાસે પૈસાની લેતીદેતી મુદ્દે શખ્સે છરી વડે હુમલો કરી યુવાનની હત્યા કરી હતી. બનાવને પગલે ભારે અરેરાટી પ્રસરી હતી. ગાંધીધામના ગોપાલપુરીમાં રહેનાર ફરિયાદી દીકરો તેના મિત્રો રેલવે કોલોનીમાં મેદાન પાસે બેઠા હતા ત્યારે યુવાનને ફોન પર શખ્સ સાથે વાત કરી રહ્યો હતો જેમાં પૈસાની લેતી દેતીની વાત કરી રહ્યા હતા. યુવાને તેના મિત્રોને જણાવ્યુ કે બે શખ્સો પાસેથી પૈસા લેવાના છે, ચાલો લઈ આવીએ તેવી વાત કરતાં યૌવના મિત્રની બાઈક ઉપર બન્ને મિત્રો ખોડિયાર નગરમાં ખોડિયાર મંદિર પાસે રેહતા શખ્સના ઘર પાસે ગયા હતા.જ્યાં શખ્સના ઘર પાસે વાહન ઊભું રાખી ત્યાં જતાં ઘરમાંથી શખ્સ બહાર આવ્યો હતો અને તું આ શખ્સ પાસે પૈસા કેમ માગે છે તેમ કહી ગાળાગાળી કરવા લાગ્યો હતો. યુવાને ગાળો બોલવાની ના પાડતાં આરોપી ઉશ્કેરાઈ ગયો હતો અને ભેઠમાંથી છરી કાઢી યુવાનની ડાબી સાથળમાં હુલાવી દીધી હતી. ઝઘડાનો અવાજ થતાં એક શખ્સ ત્યાં દોડી આવ્યો હતો અને યુવાનને છોડાવ્યો હતો, બાદમાં યુવાનના મિત્રો યુવાનને ને બાઈકમાં બેસાડી સારવાર અર્થે આદિપુરની સરકારી હોસ્પિટલમાં લઈ ગયા હતા ત્યારે યુવાન બરોબર ચાલતો હતો, તેને સારવાર અર્થે દાખલ કરી તેના મિત્રો ગોપાલપુરી આવી ફરિયાદીને બનાવની જાણ કરી હતી. બાદમાં યુવાનના સંબંધીઓ હોસ્પિટલ પહોંચતાં ફરજ પરના તબીબે આ યુવાનને મૃત જાહેર કર્યો હતો. બનાવના અંગે પોલીસે ફરિયાદ નોંધી આરોપીને ગણતરીના કલાકમાં પકડી પાડયો હતો. યુવાન અને તેના મિત્રો છૂટક મજૂરી અને ભૂંડ પકડવાનું કામ કરતા હતા. જેના નીકળતા રૂપિયા લેવા યુવાન શખ્સ ના ઘરે ગયો હતો ત્યારે તેના પર હુમલો થયો હોવાનું એ બહાર આવ્યું હતું . આરોપીને પકડી તેના લોહીવાળાં કપડાં, છરી વગેરે જપ્ત કરાયા હતા. .