ભુજના હરિપર  પોલીસ કવાટેર્સના પાંચ ઘરનાં તાળાં તોડી 4.88 લાખના મુદ્દામાલની  ચોરી

copy image

copy image

ભુજના હરિપર રોડ પોલીસ લાઇનમાં એકસાથે પાંચ ઘરનાં તાળાં તોડી ત્રણ ઘરમાંથી રૂા. 4.88 લાખના  દાગીના અને રોકડની ચોરી કરી પોલીસને રીતસરનો પડકાર ફેંક્યાનો બનાવ સામે આવ્યો છે. આ ચોરીના  પડકારરૂપ બનાવ અંગે બી-ડિવિઝન પોલીસ મથકના પી.આઇ. આર.જે. ઠુમ્મરનો સંપર્ક સાધતાં  તેમણે  જણાવ્યું  હતું  કે,  રાતથી  સવાર દરમ્યાન હરિપર રોડ સિટી પોલીસ લાઇનમાં પાંચ મકાનનાં તાળાં તૂટયાં હતાં, જેમાં ત્રણ મકાનમાં ચોરી થયાનું સામે આવ્યું હતું  અને એક ઘર માલિક બહારગામ હોવાથી તેના મકાનમાંથી કેટલી મતા ચોરાઇ છે તેની વિગતો હવે પછી મળશે. જ્યારે ત્રણેક ઘરમાંથી 4.88 લાખની મતા ચોરાઇ છે અને એક ઘરમાંથી  કંઇ ન ગયાનું  બહાર આવ્યું છે. ચોર ઇસમના સગડ મેળવવા પોલીસે પ્રયાસો આદરી દીધાનું તેમણે જણાવ્યું હતું. દરમ્યાન, શખ્સનાં  મકાનમાં થયેલી આ ચોરી અંગે તેના બનેવીએ નોંધાવેલ ફરિયાદ અનુસાર  તેમના સાળાના મકાનનો નકૂચો તોડી  ઘરમાં  પ્રવેશ કરી લાકડાના કબાટનું લોક તોડી પર્સમાંના સોનાના દાગીના 125 ગ્રામ કિં.રૂા. 4,37,500 તેમજ ચાંદીના  દાગીના  કિં. રૂા. 10500 અને રોકડા રૂા. 40,000 એમ કુલે રૂા. 4,88,000ની  ચોરી અજાણ્યા ચોર ઇસમ કરી ગયાની ફરિયાદ બી-ડિવિઝન પોલીસ મથકે નોંધાઈ હતી . આ ચોરીને અંજામ આપીને કાયદો-વ્યવસ્થાના રક્ષકોને જ ચોર ઇસમોએ  રીતસરનો  પડકાર ફેંક્યો છે. . આમ, સાંપ્રત સમયમાં આવા ગુના અટકાવવા-નવા કડક કાયદા લાવવાની તાતી જરૂરિયાત છે.