ગળપાદરમાં કારના શો રૂમના કર્મચારીઓ 37 લાખ ચાંઉ કરી ગયા

ગાંધીધામના ગળપાદરમાં આવેલા કારના શો રૂમમાં કામ કરતા ચાર કર્મચારીઓએ ગ્રાહકોના  રૂપિયા પોતાનાં  ખાતાંઓમાં જમા કરાવી બારોબાર ચાંઉ કરતાં બનાવ અંગે રૂા. 37,16,474ની ફરિયાદ પોલીસ મથકે નોંધાઇ હતી.  ગળપાદરમાં આવેલ બી. એમ. ઓટોલિન્કમાં મેનેજર તરીકે કામ કરનાર મહિલા તથા  શો રૂમમાં એકાઉન્ટન્ટ તરીકે કામ  કરતા બે શખ્સો , ગાડીઓમાં ડ્રાઇવર તરીકે કામ કરતા શખ્સ  તથા જૂની ગાડીઓનું લે-વેચનું કામ કરનાર શખ્સ  વિરુદ્ધ  પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. આ ફરિયાદી તા. 27/5ના શો રૂમના બેંક ખાતાંની તપાસ કરતાં એકાઉન્ટન્ટનું કામ કરતાં શખ્સ  શો રૂમમાં આવતા ગ્રાહકોના પૈસા પોતાના સંબંધી તથા મિત્રના ખાતાંમાં જમા કરાવી દીધા હોવાનું બહાર  આવ્યું હતું.  એકાઉન્ટન્ટનું કામ કરતાં આ શખ્સ ઓનલાઇન આવેલ પેમેન્ટ રૂા. 34,42,474 શો રૂમના ખાતાંમાંથી પોતાના  તથા પોતાની પત્નીનાં ખાતાંમાં જમા કરાવી પોતાના અંગત ફાયદા માટે રાખી લીધા હતા તેમજ કેશિયરનું કામ કરતાં શખ્સએ  કસ્ટમરોનાં નામની ખોટી રસીદો બનાવી તેમાં પોતાની સહી કરી રોકડ રૂા. 2,74,000 પોતાના  અંગત ફાયદા  માટે વાપરી નાખ્યા હતા. એકાઉન્ટન્ટનું કામ કરતાં શખ્સને રૂપિયા જમા કરાવવા આપ્યું  હતું . જેમાં શો રૂમના પૈસા જમા કરાવી બંને અડધા ભાગે વેચી લેતા હતા.  37,16,474 ચાંઉ કરવાના આ બનાવમાં  પોલીસે  ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી .