ગાંધીધામમાં મોબાઇલ ફોનમાં વેબસાઈટ પર ઓનલાઇન સટ્ટો રમતો શખ્સ પોલીસના સકંજામાં
copy image

ગાંધીધામ ખાતે આવેલ લિલાશાહ સર્કલ નજીક પોલીસે છાપો મારીને મોબાઇલ ફોનમાં વેબસાઈટ પર ઓનલાઇન સટ્ટો રમતા શખ્સને ઝડપી પાડ્યો હતો. આ મામલે સૂત્રો દ્વારા મળેલ માહિતી અનુસાર ગત દિવસે સાંજના અરસામાં આ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. પોલીસને ખાનગી રાહે બાતમી મળેલ હતી કે, અહીંના લીલાશા સર્કલ પાસે રાજ પાનની સામે ઉભેલ શખ્સ મોબાઈલ ફોનમાં હોબાર્ટ હેરિકેન્સ વી. મેલબોર્ન રેનેગડ્સ ટીમ વચ્ચે ચાલતી લાઈવ ટી20 ક્રિકેટ મેચ પર ઓનલાઇન સટ્ટો રમી રહ્યો છે. મળેલ બાતમીના આધારે પોલીસે હકીકત વાળી જગ્યાએ દરોડો પાડી તેની અટક કરી હતી. પકડાયેલ શખ્સ પાસેથી મોબાઈલ, રોકડ મળી 10,500નો મુદ્દામાલ હસ્તગત કરી આગળની વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.