માંડવીના બે બુલેટગરો પાસામાં ધકેલાયા

સૂત્રો દ્વારા માહિતી મળી રાહ છે કે, ગેરકાયદેસર રીતે શરાબનું વેચાણ કરી લોકોમાં અસામાજિક પ્રવૃત્તિ ફેલાવનાર માંડવીના ત્રગડી અને કોટાયાના બુલેટગરોને પાસામાં ધકેલી દેવામાં આવ્યા છે. મળેલ માહિતી મુજબ  મુજબ ત્રગડી અને કોટાયાના આ બુલેટગરો વિરુદ્ધ દારૂના અનેક ગુના દાખલ થયા છે. આથી આ બંને શખ્સની પાસાની દરખાસ્ત તૈયાર કરી જિલ્લા મેજિસ્ટ્રેટ અને કલેક્ટરને મોકલી આપતાં આ દરખાસ્ત ગ્રાહ્ય રહેતાં પાસા હેઠળના અટકાયતનાં વોરંટ ઇશ્યૂ થયેલ હતાં. આમ, ગેરકાયદેસર રીતે શરાબનું વેચાણ કરી લોકોમાં અસામાજિક પ્રવૃત્તિ ફેલાવનાર માંડવીના ત્રગડી અને કોટાયાના બુલેટગરોને પાસામાં ધકેલી દેવામાં આવ્યા છે.