સામખિયાળી-માળિયા ધોરીમાર્ગ પર અજાણી સ્ત્રીનો મૃતદેહ મળી આવ્યો

copy image

સામખિયાળી-માળિયા ધોરીમાર્ગ પર અજાણી સ્ત્રીની લાશ પાણીમાં તરતી હાલતમાં મળી આવતા ભારે ચકચાર પ્રસરી છે. આ મામલે સૂત્રો દ્વારા મળેલ માહિતી અનુસાર સામખિયાળી-માળિયા ધોરીમાર્ગ પર નજીકના અંતરે આવેલા મીઠાના કારખાનામાંથી અજાણી સ્ત્રીનો મૃતદેહ મળી આવ્યો હતો. આ વિસ્તારમાં ગત તા. 22/12ના 10 વાગ્યાના અરસામાં અજાણી સ્ત્રીની પાણીમાં તરતી હાલતમાં લાશ મળી આવેલ હોવાનો બનાવ સામે આવી રહ્યો છે. મળેલ માહિતી અનુસાર મળી આવેલા મૃતદેહનું સ્થાનિક કક્ષાએ પી.એમ. શક્ય ન બનતાં તેને જામનગર મેડિકલ કોલેજ ખાતે મોકલવામાં આવેલ હતો. આ અંગે પોલીસે આગળની વધુ તપાસ આરંભી છે.