ભચાઉમાં 65 વર્ષીય વૃદ્ધાને આંખલાએ અડફેટે લેતા મોત

copy image

copy image

રખડતાં ઢોરોનો ત્રાસ દિન પ્રતિદિન વધી રહ્યો છે ત્યારે ભચાઉમાં 65 વર્ષીય વૃદ્ધાને આંખલાએ અડફેટે લેતા મોત નીપજયું હોવાનો બનાવ સામે આવી રહ્યો છે. આ બનાવ અંગે સૂત્રો દ્વારા મળેલ માહિતી અનુસાર નવી ભચાઉ વિસ્તારમાં ભાવેશ્વર મંદિરવાળી શેરીમાં રહેતા 65 વર્ષીય વૃદ્ધાને ગત 7/12ના રોજ હડકાયા થયેલા આખલાએ પાછળથી શિંગડા વડે ઉછાળીને નીચે પટક્યા હતા. ત્યાર બાદ આ વૃદ્ધાનું ભચાઉ-અંજારની સારવાર બાદ ગત દિવસે સારવાર દરમ્યાન મોત નીપજયું હતું. મૃત્યુ પામનાર વૃદ્ધાના પતિએ જણાવેલ કે, તેમના પત્ની ભવાનીપુર કીર્તન માટે ગયા હતા. પરત આવતા પ્રાથમિક શાળા નં. પાંચ નજીક કાળા-લંગડા આખલાએ જમીન પર પાછળથી પટક્યા હતા. જેમાં આ વૃદ્ધાના પગના ભાગમાં શિંગડું ઘૂસી ગયું હતું ઉપરાંત માથાંમાં પણ ગંભીર ઇજા પહોંચી હતી. બાદમાં સારવાર દરમ્યાન તેમનું મોત થયું હતું.

.