પાલનપુર ઉચરદશી પુલ નજીક કારમાંથી વિદેશી શરાબ પકડાયો
પાલનપુર હાઇવે ઉપર આવેલા ઉમરદશી પુલ નજીક તાલુકા પોલીસની નાકાબંધી દરમિયાન કારને ઉભી રોકી તેની તલાશી દરમિયાન 3221 બિયરની ટીન અને વિદેશી શરાબની બોટલો મળી આવી હતી. પોલીસે રાજસ્થાનના બે ઇસમો કાર સહિત રૂ.3,15,700નો મુદામાલ જપ્ત કરી કાયદેસરની તપાસ કરી હતી. કાણોદર હાઇવે ઉમરદશી પુલ નજીક કારની તલાશી દરમિયાન વિદેશી બોટલો 299 અને બિયર ટીન નંગ 22 તેમ કુલ મળી 321 રૂ.1,1,200નો શરાબ મળી આવ્યો હતો. કારમાં બેઠેલા પ્રવિણકુમાર ક્રિષ્નારામ વિશ્રોઇ રહે.તા.સાંચોર, અશોકકુમાર મોહનલાલ જોગુ રહે.જાગુઆ નગર રાજસ્થાન આ બંને પાસેથી એક મોબાઈલ અને કાર સહિત રૂ.3,51,700નો મુદામાલ જપ્ત કરી કાયદેસરની તપાસ હાથ ધરી છે.