ભુજમાં ચાર ઇસમો જુગાર રમતા પકડાયા
ભુજ શહેરના ભઠારા ફળિયામાં ધાણીપાસાનો જુગાર રમતા કાદર અકબર મેમણ, ઇમ્તીયાઝ મામદ હુસેન ચાકી, અમીન સિધિક ગગડા, સરફરાજ રજાક ખાટકીના કબ્જામાંથી રોકડા રૂ.42,500, મોબાઈલ નંગ 4 સહિત 63,000 નો મુદામાલ ઝડપી પાડવામાં આવ્યો હતો. પકડાયેલ તમામ ઇસમો સામે જુગારધારા મુજબનો ગુનો નોંધણી કરાયો છે.