ભરૂચ : નબીપુર પાસે હોટલપરવાના પરથી રૂ.૧૪,૪૯,૬૦૦ના વિદેશી શરાબનો જથ્થો પકડી પાડતી એલ.સી.બી

ભરૂચ જીલ્લામાં શરાબ તેમજ જુગારની પ્રવૃત્તિ નાબુદ કરવા સુચના મળેલ જે અનુંસંધાને એલ.સી.બી ના પો.સ.ઇ એ.એસ.ચૌહાણ તથા પો.સ.ઇ વાય.જી.ગઢવી તેમજ સ્ટાફના પોલીસ માણસો પેટ્રોલિગમાં હતા.દરમિયાન પોલીસને મળેલ બાતમી આધારે ને.હા નંબર ૪૮ નબીપુર પાસે આવેલ હોટલ પરવાનાના કંપાઉન્ડમાંથી એક ટ્રક નંબર એમએચ 43 વાય 2804 સાથે તેના ચાલક ફીરોજ ઉર્ફે સલામ માલેકુમ યાકુબભાઇ અબ્દુલશા દિવાન રહે, મેમણ કોલોની મકાન નં ૧/ર સરફભાઇ જમાદારના મકાનમાં પાણીની ટાંકી નજીક આજવા રસ્તા વડોદરા શહેરનાને પકડી પાડી ટ્રકમાં કેબીનના પાછળના ભાગે બનાવેલ ચોરખાનામાંથી ભારતીય બનવાટના વિદેશી શરાબ તથા બિયરની જુદી જુદી બ્રાંડની કુલ પેટીઓ નંગ ૩૩૦ જેમાં બોટલ નંગ ૫૫૩ ર જેની કિંમત રૂ.૧૪,૪૯,૬૦૦સહીત અન્ય મુદ્દામાલ મળી કુલ કિંમત રૂ.૨૯,૫૪,૯૬૦ નો જપ્ત કરી આગળની તપાસ કરવા નબીપુર પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવેલ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *